છોટાઉદેપુર જિલ્લાના મોટી સંઢલી ગામના તેમજ આજુબાજુના ૨૫ ગામના આદિવાસી સમાજના લોકોએ નેશનલ હાઈવે 56 મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતો રસ્તો બંધ કરી દીધો છે. મોટીસઢલી ગામના રસ્તાની બિસ્માર હાલત છેલ્લા 12 વર્ષથી છે તંત્ર રજૂઆત ના સાંભળતા આદિવાસી સમાજના લોકો રોડ પર ઉતર્યા છે. નેશનલ હાઇવે 56 હાઈવે બંધ કરાતા વાહનોની કતારો લાગી છે. 25 ગામોને જોડતો રસ્તો બીસમાર મારા હાલતમાં છે જેને લઈને ગ્રામજનોએ દસ દિવસ પહેલા તંત્રને અલ્ટીમેટમ પંચાયત માર્ગ મકાન વિભાગ આપ્યું હતું. પરંતુ અધિકારીઓએ પ્રજાની રજૂઆત કચરા પેટીમાં ફેકી દીધી જેને લઇને ગ્રામજનો રોષે ભરાઈને હાઇવે જામ થતાં તંત્ર મુંઝવણમાં મુકાયું છે. ગ્રામજનોની માંગ જ્યાં સુધી તંત્ર ખાતરી રસ્તાની નહીં આપે ત્યાં સુધી રસ્તો નહીં ખોલીએ.

