છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના હમીરપુરા આંબાપુરા ગામના લોકોને બોડેલી જવા માટે આ ટૂંકો માર્ગ અને બે તાલુકાને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં હતો. ગ્રામજનોએ તંત્રને જગાડવા માટે સૂત્રોચ્ચાર કરીને રસ્તાની માંગણી કરતો અહેવાલ GSTVએ દર્શાવ્યો હતો. 6 કિલોમીટરનો માર્ગ સરકાર મંજૂર કરી તેના ઉપર મેટલિંગનું કામ તેમજ નાના નાના પાઇપ નાળા બનાવીને રસ્તાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. જેથી લોકોએ GSTV નો આભાર માન્યો હતો. ફરી એકવાર GSTVના અહેવાલની અસર પડી છે.