
Dahod News: દાહોદ મનરેગા કોભાંડનો મામલs પોલીસે વધુ બે આરોપીને ઝડપી પાડ્યા છે. દેવગઢ બારીયાના એમઆઈએસ ઓપરેટર સંજય બારીયા અને એજન્સીના માલિક જગદીશ બારિયાને ઝડપી પાડવામાં આવ્યા છે. ઉમાબેન મદનલાલ પટેલિયા એજન્સીના માલિક જગદીશ બારિયા છે. પોલીસે ત્રણ લોકોને કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં સંજય બારીયા જગદીશ બારીયા અને APO ભાવેશ રાઠોડને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે સંજય બારીયા અને જગદીશ બારીયાના 6 દિવસનના તથા ભાવેશ રાઠોડના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
કૌભાંડીઓએ સરકારને કરોડોનો ચૂનો ચોપડ્યો
મનરેગા કૌભાંડમાં ફક્ત ત્રણ ગામોમાં 71 કરોડની ગેરરીતિ સામે આવી હતી. બયુ ખાબડના મંત્રીપુત્રોએ 29.45 કરોડના કામો માત્ર કાગળ પર જ કર્યા હતા. બળવંત ખાબડે રાજશ્રી કન્સ્ટ્રક્શન કુ.પીપરો મારફતે કરેલા 9 કરોડના કામોમાં 82 લાખના કામોમાં કૌભાંડ આચર્યું છે. જ્યારે કિરણ ખાબડની શ્રી રાજ ટ્રેડર્સ કંપનીએ 2021થી 2024 દરમિયાન 30 કરોડ ઉપરાંતના કામોમાં ગોટાળા કર્યા હતા. એન.જે.કન્ટ્રક્શનના માલિક પાર્થ બારિયાએ સરકારને 5.2 કરોડનો ચૂનો ચોપડ્યો હતો.
પંચાયત પ્રધાન બચુ ખાબડની પ્રતિક્રિયા સામે આવી
બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે, મારા પુત્રની મટીરીયલ સપ્લાય કરવાની એજન્સી છે. મને અને મારા પુત્ર ને બદનામ કરવા કોંગ્રેસ આક્ષેપ કરે છે. મારા દિકરાઓ 2018થી કામ કરે છે. તેમજ બીજી 35 એજન્સીઓએ પણ કામ કર્યું છે. અમને ન્યાય તંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે. તપાસમાં અમે પુરતો સહકાર આપીશું. રાજીનામા અંગે મંત્રી બચુભાઈ ખાબડે કહ્યું કે એ મારો વિષય નહીં.