
Dahod news: દાહોદ શહેરમાં આવેલા ચાકલિયા વિસ્તારમાં રાજકોટના યુવકને લગ્નની લાલચ આપી તેની આડમાં 10 લાખ રૂપિયાની માંગણી કરી પરંતુ તે પૂર્ણ ન થતા યુવકને ગોંધી રાખી ગડદાપાટુનો માર મારી આરોપીએ યુવકની હત્યા નિપજાવી હતી. જો કે પોલીસે આ યુવકની હત્યા કેસને ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાંખીને આરોપીઓને જેલહવાલે કરી દીધા હતા.
મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરના અપરિણીત યુવકને દાહોદમાં રહેતા શખ્સે લગ્નની લાલચ આપી દાહોદમાં બોલાવી લીધો હતો. જેથી યુવકે લગ્ન થવાની આશાએ દાહોદ શહેરમાં આવ્યો પરંતુ શખ્સે લગ્ન કરાવી આપવાના બદલામાં રુપિયા 10 લાખની માંગણી કરી હતી. જેથી યુવકે આટલા બધા રૂપિયા નહિ આપવાની ના પાડી હતી. રૂપિયા આપવાની ના પાડતા શખ્સે રાજકોટના યુવકને એક રૂમમાં ગોંધી રાખીને ખૂબ માર માર્યો. ગડદાપાટુનો માર મારી આખરે યુવકની હત્યા નિપજાવી દીધી હતી.
જો કે, રાજકોટના યુવકની દાહોદમાં હત્યા બાદ પરિવારજનોને આ અંગેની જાણકારી મળ્યા બાદ દાહોદ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે ચાકલિયા પોલીસે યુવકની હત્યામાં સંડોવાયેલા એક બાળ કિશોર અને મહિલા સહિત 4ની ધરપકડ કરીને પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.