
Operation Sindoor: વર્ષ-1997માં આવેલી બોલિવૂડની સુપરહિટ ફિલ્મ બોર્ડરમાં ભારત-પાકિસ્તાન સરહદે યુદ્ધની સ્થિતિ અને એમાં આર્મી જવાનને લગ્નના બીજા દિવસે જ યુદ્ધમાં જવા માટે રજાઓ રદ્દ કરી દેવામાં આવી હતી. જેથી તેને જવું પડે તેવી નોબત આવી હતી. બસ આવી જ ઘટના બની ગઈ બિહારના બક્સર જિલ્લાના નંદન ગામમાં. જ્યાં આર્મી જવાન ત્યાગી યાદવના લગ્ન સાતમી મેના રોજ પ્રિયાકુમારી સાથે થયા હતા. પરંતુ લગ્નના બીજા દિવસે આઠમી મેએ સૈન્યએ ડયૂટી પર બોલાવી લીધા હતા.
ભારત-પાકિસ્તાન સરહદે વધતા તણાવને લીધે તમામ સૈનિકોની રજાઓ રદ્દ કરી દેવામાં આવી હતી. જેથી બિહારના આ આર્મી જવાન અને વરરાજા બનેલા ત્યાગી યાદવને નવોઢાને મૂકી દેશ સેવામાં નીકળી જવું પડયું હતું.
મળતી માહિતી અનુસાર, બોલિવૂડની ફિલ્મ બોર્ડર જેવો સીન બિહારમાં બન્યો છે. એક સત્ય ઘટના તરીકે આ કિસ્સો સામે આવ્યો છે. જે પણ આ કિસ્સો જાણે છે તેને ખરેખર દેશસેવા અને નિર્ણયને સ્વીકારે છે. બક્સર જિલ્લામાં આવેલા નંદન ગામમાં આર્મી જવાન ત્યાગી યાદવે 7 મેના રોજ પ્રિયા કુમારી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નની ખુશીઓ હજી શરૂ થાય તે પહેલા બીજા જ દિવસે એટલે કે, આઠમી મેના રોજ આર્મી જવાન (વરરાજા)ને ડ્યૂટી પર ફરવાનો આદેશ મળી ગયો હતો. દેશની રક્ષાનું કર્તવ્યએ નવોઢાને છોડી સરહદે જવા મજબૂર કર્યા હતા.
ભારત અને પાડોશી દેશ પાકિસ્તાન વચ્ચે સતત વધી રહેલા તણાવ વચ્ચે સૈન્યએ પોતાના તમામ જવાનોની રજાઓ રદ્દ કરી દીધી છે. જેથી તેઓ તાત્કાલિક દેશની સરહદે તૈનાત થઈ જાય અને યુદ્ધ જેવી સ્થિતિમાં દુશ્મન દેશ સાથે લડે. આવી સ્થિતિમાં આર્મી જવાનની રજાઓ પણ રદ્દ કરી દેવામાં આવી છે અને તેઓને તાબડતોબ ડયૂટી પર પરત જવાનો આદેશ મળ્યો. તેઓ એક સંવેદનશીલ પોસ્ટ પર તૈનાત હતા. જ્યાં દરેક ક્ષણ એલર્ટ રહેવાની જરુર છે.
આર્મી જવાન ત્યાગી યાદવના જણાવ્યા પ્રમાણે તેઓએ લગ્ન માટે રજાઓ લીધી હતી પરંતુ હવે સ્થિતિ દેશની સુરક્ષાને લીધે ગંભીર છે. આવામાં પોતાની જિંદગીથી મોટું કર્તવ્ય દેશના પ્રતિ બની જાય છે. તેઓના આ નિર્ણયે સમગ્ર ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે. વરરાજા બનેલા આર્મી જવાનનો પરિવાર પણ તેઓની આ દેશભક્તિ પર ગર્વ અનુભવે છે. તેઓના માતા-પિતા આશીર્વાદ આપી તેને વિદાય આપે છે. ખાસ વાત એ હતીં કે આર્મી જવાનનો પરિવાર અગાઉથી સૈન્યમાં છે.
તેઓના પિતરાઈ ભાઈ જમ્મુ-કાશ્મીરના કૂપવાડામાં તૈનાત છે અને મામા મંગલ યાદવ પણ સૈન્યમાં છે. ત્રણ પેઢીઓથી દેશ સેવામાં રહેલું આ પરિવાર આજે ગામની શાન બનેલું છે. ત્યાગી યાદવનું આ કર્તવ્યપરાયણતાનો નિર્ણય તેમનો પરિવાર જ નહિ પરંતુ આખા દેશ માટે પ્રેરણા છે.