
દાહોદના ધાવડીયા ચેકપોસ્ટ ખાતેથી નશાનો મોટો જથ્થો ઝડપાયો છે. 431.920 કિલો અફીણના પોષડોડા ઝડપાયા છે. ફોર વ્હીલર ગાડીમાં હેરાફેરી કરાતા 400 કિલો અફીણના પોષડોડા ઝડપાયા છે.
ડુંગળીની આડમાં રાજસ્થાન તરફથી આવતી ફોર વ્હીલર કારની તપાસ કરતા તેમાંથી 431 કિલો અફીણના પોષડોડા ઝડપાયા હતા. જેની કિંમત 12,95,760 રૂપિયા થવા જાય છે. અફીણના પોષડોડા સાથે ઝાલોદ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય 4 ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.