
Dahod News: દેવગઢ બારીઆ અને ધાનપુર મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની જામીન અરજી ફગાવાઈ છે. દાહોદની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે મનરેગા કૌભાંડ કેસમાં મંત્રી બચુ ખાબડના પુત્રો કિરણ અને બળવંતની જામીન અરજી નામંજૂર કરી છે. કિરણ ખાબડ લવારિયા અને બળવંત ખાબડ ભાણપુર ગામના કૌભાંડમાં પોલીસે ફરિયાદ દાખલ કરી મંત્રી પુત્રોની ધરપકડ કરી હતી.
કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી, કેસની ગંભીરતાને ધ્યાને લઈ મંત્રી પુત્રોના જામીન ફગાવ્યા છે. જામીન અરજી નામંજૂર થતા બંને ભાઈઓએ હજુ જેલમાં જ રહેવું પડશે. મનરેગા કૌભાંડમા મંત્રી પુત્રો એક મહિનાથી વધુ સમયથી જેલવાસ ભોગી રહ્યા છે. જ્યારે મનરેગા કૌભાંડની પ્રથમ ફરિયાદમાં નીચલી અદાલતે આપેલા જામીન રદ કરવાની પોલીસની અરજી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. પોલીસે હાઈકોર્ટમાં જામીન રદ કરવા અરજી કરી છે.