
રાજ્યના દાહોદની તોરણી શાળાના આચાર્યે થોડાક દિવસો પહેલા વિદ્યાર્થિની હત્યા કરી દીધી હતી. આ મામલે પોલીસે 12 જ દિવસમાં 1700 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી.
6 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મનો પ્રયાસ કરીને કરપીણ હત્યા કરી
આચાર્ય ગોવિંદ નટે 6 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મનો પ્રયાસ કરીને કરપીણ હત્યા કરીને મૃતદેહ ફેંકી દીધો હતો. ચાર્જશીટ દાખલ થયાના 14મા દિવસો કોર્ટમાં ટ્રાયલ શરૂ કરવામાં આવશે. કોર્ટમાં સાક્ષીઓ તપાસવા સહિતની કામગીરીથી ટ્રાયલ શરૂ થશે.
ઓરડાની પાછળના ભાગેથી બાળાનો મળ્યો હતો મૃતદેહ
સીંગવડ તાલુકાના તોરણી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બાળકી બે દિવસ પહેલા શાળાથી પરત ન ફરતા તેના માતા-પિતાએ તપાસ શરૂ કરી હતી. ત્યારે શાળાના ઓરડાની પાછળના ભાગેથી આ 6 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.