દાહોદમાં ગરબાડા નજીક હાઇવે પર અકસ્માતની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ધોરણ 12ની પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓને નળીઓ અકસ્માત. વિદ્યાર્થીઓ ગરબાડાની મોડેલ સ્કૂલ ખાતે પરીક્ષા આપવા જઈ રહ્યા હતા. બે બાઇક વચ્ચે થયેલા આ અકસ્માતમાં ત્રણ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. જેમાં ઘાયલ ત્રણેય વિદ્યાર્થીઓને 108ની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની આ ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

