Home / Gujarat / Dahod : The exploits of the lustful teacher of the Dahod ashram school

દાહોદની આશ્રમશાળાના લંપટ શિક્ષકની દાનત બગડી, 16 વર્ષીય વિદ્યાર્થિનીને પાછળથી પકડી લીધી

દાહોદની આશ્રમશાળાના લંપટ શિક્ષકની દાનત બગડી, 16 વર્ષીય વિદ્યાર્થિનીને પાછળથી પકડી લીધી

દાહોદ જિલ્લામાં ફરીથી શિક્ષણ જગતને શરમાવે તેવો કિસ્સો બન્યો છે. જિલ્લાની એક આશ્રમશાળામાં ૧૬ વર્ષની વિદ્યાર્થિનીને આશ્રમશાળાના શિક્ષક દ્વારા બદ ઈરાદે પકડી લેતા વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતા શાળામાં ભણતી તેની નાની બહેન અને અન્ય છોકરીઓ આવી જતા લંપટ શિક્ષકે તેને છોડી દીધી હતી. બનાવની જાણ વિદ્યાર્થિનીના પરિવારને થતા પરિવારજનો ઘટના સ્થળે દોડી આવી શિક્ષક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે લંપટ શિક્ષકને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ જિલ્લામાં થોડા સમય પહેલા જ એક આધેડ વયના શિક્ષકે છ વર્ષની બાળકીને અડપલાં કરી મોતને ઘાટ ઉતારી હતી. ફરી શિક્ષણ જગતને શરમાવે તેઓ કિસ્સો સામે આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. અહીં એક આશ્રમશાળાના શિક્ષકે પોતાની રસોઈ બનાવવા માટે શાળામાં ધોરણ.૯ માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને બોલાવી હતી. 

૧૬ વર્ષની વિદ્યાર્થિની આશ્રમ શાળાના શિક્ષક માટે તેના રૂમમાં તેની સાથે ભણતી કાકાની છોકરી સાથે રોટલા બનાવતી હતી. જમવાનું બનાવવા આવેલ વિદ્યાર્થિનીની સાથે આવેલ તેની બહેન કોઈ કામ અર્થે રૂમની બહાર ગઇ હતી. તે વખતે શિક્ષકે રૂમમાં જઈ દરવાજો અંદરથી બંધ કરી વિદ્યાર્થિની ઉપર તેની દાનત બગડતા તેણે વિદ્યાર્થિનીને પાછળથી આવીને પકડી લીધી હતી. 

વિદ્યાર્થિનીએ ના પાડવા છતાં લંપટ શિક્ષકે આ વિદ્યાર્થિનીને બળજબરીથી પકડી રાખતા વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતા તેની બહેન જે રૂમની બહાર ગઈ હતી તે આવી જતા શિક્ષકે વિદ્યાર્થિનીને છોડી દીધી હતી. આ બનાવ અંગેની જાણ સ્થાનિક પોલીસ મથકે કરતા પોલીસે આ બનાવને અંગે છેડતી તેમજ એટ્રોસિટિ એક્ટ મુજબનો ગુનો નોંધી લંપટ શિક્ષકને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે.