VIDEO: દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામ એવા મોટી બાંડીબાર ગામમાં એક મહિલાનું અવસાન થતા તેને સ્મશાનમાં અંતિમવિધિ માટે લઈ જતા રસ્તામાં ડાઘુઓને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી. ગામથી દૂર આવેલા સ્મશાન જતા રસ્તામાં લોકોએ કરેલા દબાણોને લઈ ગ્રામજનોને સમસ્યા થઈ રહી છે. અંતિમવિધિ માટે ખએતરના પાણી અને કીચડના રસ્તામાંથી લઈ જવા મજબૂર બન્યા હતા.ગ્રામજનોએ સ્મશાન જવા રોડ બનાવવા તંત્રને અનેક રજૂઆત કર્યા બાદ પણ કોઈ કામગીરી ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.