Home / Gujarat / Surat : Surat news: CR Patil and Harsh Sanghvi slam officials in high-level meeting regarding creek floods

Surat news: ખાડી પૂરને લઈ ઉચ્ચ સ્તરની બેઠકમાં CR પાટીલ અને હર્ષ સંઘવી દ્વારા અધિકારીઓને ખખડાવ્યા

Surat news: ખાડી પૂરને લઈ ઉચ્ચ સ્તરની બેઠકમાં CR પાટીલ અને હર્ષ સંઘવી દ્વારા અધિકારીઓને ખખડાવ્યા

Surat news: રાજ્યમાં એક પખવાડિયા કરતાં વધુ સમયથી ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થઈ ચુક્યું છે. સુરત, અમદાવાદ, વડોદરા, કચ્છ, સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. આ દરમ્યાન સુરતમાં તંત્ર માટે માથાનો દુખાવો બનેલા ખાડીપૂરને લઈ આજ રોડ હાઈ લેવલની બેઠક મળી હતી. આ બેઠકમાં મંત્રીઓ, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, કલેટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. જુદાજુદા 80થી વધુ અધિકારીઓની અઢી કલાક બેઠક મળી હતી. આ દરમ્યાન સિંચાઈ વિભાગને સીઆર પાટીલે ખખડાવી નાખ્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી માહિતી અનુસાર, સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ બાદ ખાડી પૂર બાદ જે સ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈ જનતાથી લઈ તંત્ર ચિંતિત છે. જેથી આજે રવિવારે 6 જુલાઈએ ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. આ બેઠકમાં જુદાજુદા વિભાગના 80થી વધુ અધિકારીઓની અઢી કલાક જેટલા સમય સુધીની બેઠક ચાલી હતી. આ બેઠકમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, સીઆર પાટીલ, મ્યુનિસિપલ કમિશનર, કલેકટર, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ હાઈ લેવલની બેઠકમાં સીઆર પાટીલ અને હર્ષ સંઘવી દ્વારા અધિકારીઓને ખખડાવ્યા હતા. વિકાસને લીધે ખાડીપૂર આવ્યું ચિત્ર સિંચાઈ વિભાગે જણાવ્યું ત્યારે સીઆર પાટીલે તતડલી કહ્યું, રમતો બંધ કરો, જવાબદારી તમારી છે. આ ઉપરાંત સુરતને નર્કાગાર બનાવનાર મેટ્રોના અધિકારીઓને પણ તતડાવ્યા હતા.

ખાડીપૂરનો મુદ્દો પતી ગયા પછી મેટ્રોનો મુદ્દો ઊઠ્યો હતો. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રીતસર મેટ્રોના અધિકારીઓનો ઉધડો લેતા કહ્યું હતું કે છ-છ મહિના પહેલાથી બેરિકેટિંગ કરી રસ્તા બંધ કરી દો છો. એટલે લાખો લોકોના ધંધા-રોજગાર છીનવાઇ જાય છે. જે સ્થળે કામગીરી કરવાની છે ત્યાં 4 દિવસ પહેલા બંધ કરોને. લોકોની તકલીફોનો તો વિચાર કરો.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ, ધારાસભ્ય પૂર્ણેશ મોદી બોલ્યા હતા કે, પાલ, ઉમરા, ભેંસાણમાં આટલા વર્ષોમાં ક્યારેય પાણી ભરાયા નથી. આ વખતે પહેલીવાર મેટ્રોના કારણે પાણી ભરાયા. આ પછી સી.આર. પાટીલે કહ્યું કામગીરી કરતા પહેલા કોર્પોરેશનની મંજૂરી લો. ધારાસભ્ય દ્વારા પર અલગ અલગ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા.

Related News

Icon