VIDEO: પંચમહાલ જિલ્લાના ગોધરામાં એક વીડિયો વાયરલ થતા શિક્ષણ જગત અને વહીવટી તંત્ર માટે ધ્યાને લેવા જેવી ઘટના છે. ગોધરામાં સ્કૂલ વાનમાં બાળકોને ઘેટાં-બકરાની જેમ ભરી રોડ પર લઈ જતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેને લઈ શાળાએ જતા બાળકોની સુરક્ષા સામે ગંભીર સવાલ ઉઠયા છે. આ સ્કૂલવાનમાં બાળકોને ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઝડપે જતી વાનમાંથી કોઈ વિદ્યાર્થી નીચે પડી જાય તો ગમે તે થઈ શકે છે. સ્કૂલવાનમાં કેપેસિટી કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડાતા દુર્ઘટના અંગેની જવાબદાર કોણ તેને લઈને પણ અનેક સવાલો ઉઠયા છે.