અકસ્માતોની સંખ્યામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે દમણના મશાલ ચોકથી એરપોર્ટ તરફ જતા રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો છે. ખારાવાડના રહેવાસી મોહસીન નામના યુવકની મોપેડ સ્વિફ્ટ ડિઝાયર કાર સાથે અથડાઈ હતી. અકસ્માત આરટીઓ ઓફિસની સામે થયો હતો. ઉમરસાડીનો કાર ચાલક સ્વિફ્ટ ડિઝાયર લઈને એરપોર્ટ રોડથી મશાલ ચોક તરફ આવી રહ્યો હતો. તે સમયે મોહસીન પોતાની મોપેડ પર રોંગ સાઈડથી આરટીઓ ઓફિસ તરફ આવી રહ્યો હતો.

