
ટ્રાફિક પોલીસનું ચેકીંગ ચાલતું હોય તો વાહન ચાલકો એ માર્ગ પરથી પસાર થતી વેળાએ અન્યને બચવા જાણ કરતા હોય છે. પરંતુ, દમણમાં પોલીસના ચેકીંગથી બચવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી ઢગલાબંધ ગ્રુપો બનાવી તેમાં એલર્ટ કરીને દમણ પોલીસને રમત રમાડતા હોવાની પ્રતીતિ થઈ રહી છે.
દંડ ભરવાથી બચવા કિમીયો
વાહનોમાં નિયમો તોડવા માટે દંડની રકમમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે પોલીસના ચેકીંગમાં ઝડપાય તો મોટો દંડ ભરવાથી સામાન્ય વર્ગ માટે મોટી મુશ્કેલી પડે છે. ત્યારે પોલીસથી બચવા દમણના કેટલાક લોકોએ અલગ નુસખો અપનાવ્યો છે. દમણમાં કેટલાક લોકોએ હેલ્મેટ ગ્રુપ દમણ નામના અનેક ગ્રુપો સોશિયલ મીડિયા પર એક્ટિવ કર્યા છે.
સ્થાનિકો થયા સવાયા સાબિત
આ ગ્રુપમાં સભ્યો દ્વારા પોલીસ દ્વારા ક્યાં ક્યાં, કયા રસ્તા, ક્યાં સ્થળે ચેકીંગ કરવામાં આવે છે. એ સ્થળ સાથે માહિતી નાંખી દેવામાં આવે છે. જેથી લોકો પોલીસની ચેકીંગથી આસનીથી બચી શકાય. હાલ તો દમણ પોલીસના ચેકીંગથી બચવા સ્થાનિકો સવાયા સાબિત થઈ રહ્યા છે.