
ડાંગ જિલ્લાના જોવાલાયક સ્થળો, નદી, તળાવ, ધોધ, અને ચેકડેમ વિગેરે જગ્યાએ પાણીમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોઇ પણ વ્યક્તિઓ/પ્રવાસીઓ જળાશયોમાં પ્રવેશવા સહિતની તમામ પ્રવૃતિઓ ઉપર પ્રતિબંધ મુકવા અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરાયુ છે.
પાણીમાં પ્રવેશવા પર પ્રતિબંધ
રાજ્યમાં ડૂબી જવાની ધટનાઓને ધ્યાને લઈને ગાંધીનગર ગૃહ વિભાગના નિર્દેશો અનુસાર ડાંગ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.ડી.તબીયારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ – ૧૬૩ અન્વ્યે જાહેરનામું પ્રસિધ્ધ કરી જિલ્લાના જોવાલાયક સ્થળો, નદી, તળાવ, ધોધ, અને ચેકડેમ વિગેરે જગ્યાએ પાણીમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી
ડાંગ જિલ્લાના જોવાલાયક સ્થળો, નદી, તળાવ, ધોધ, ચેકડેમ, વિગેરે સ્થળોએ કોઇ પણ વ્યક્તિઓ/પ્રવાસીઓ જળાશયોમાં પ્રવેશવા સહિતની તમામ પ્રવૃતિઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. આ જાહેરનામું જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૧૮ જુલાઇ ૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા–૨૦૨૩ ની કલમ-૨૩૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરવા બદલ ફરિયાદ માંડવા ફરજ પરના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપલી કક્ષાના પોલીસ અઘિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.