
રાજ્યના ડાંગમાંથી અકસ્માતના અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે ડાંગના સાપુતારાના માલેગામ ઘાટ પાસે અકસ્માત સર્જાયો હતો. એમપીથી ગુજરાત આવતી બસ ઊંડી ખીણમાં ખાબકી હતી.
બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હતો
આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. બસમાં ગુજરાતમાં ધાર્મિક સ્થળોના દર્શને આવતા શ્રધ્ધાળુઓ હતા.એક મુસાફરે જણાવ્યું કે ડ્રાઈવરે ચીક્કાર દારૂ પીધો હતો. ડ્રાઈવર દારૂ પીને બસ ચલાવતો હતો. નશાની હાલતમાં ડ્રાઈવરે બસના સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો અને બસ ઉંડી ખીણમાં પડી હતી. ડ્રાઈવરને અનેકવાર મુસાફરો દ્વારા ચેતવણી પણ આપવામાં આવી હતી.જોતે તેણે વાત ન માનતા આખરે અકસ્માત સર્જાયો હતો.
રતન લાલ જાટવ(ડ્રાઈવર)
ભોલા રામ કોસવા
બીજરોની યાદવ(પપ્પુ)
ગુડ્ડીબાઇ રાજેશ યાદવ
કમલેશબાઈ બિરપાલ યાદવ
અકસ્માતમાં 5 લોકોના મોત નીપજ્યા
અકસ્માત સર્જાતા દુર્ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો દુર્ઘટના સ્થળ પર દોડી ગયો હતો, અને અકસ્માતે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.