Home / Gujarat / Dang : Python scare, two 6-foot pythons scare people

છોટાઉદેપુરના ડોપાચાપરા ગામે અજગરે મચાવ્યો ઉત્પાત, 6 ફૂટના બે અજગરે દેખા દેતા લોકો ભયભીત

છોટાઉદેપુરના ડોપાચાપરા ગામે અજગરે મચાવ્યો ઉત્પાત, 6 ફૂટના બે અજગરે દેખા દેતા લોકો ભયભીત

ચોમાસું તેના અંતિમ પડાવમાં છે. ત્યારે છેલ્લા વરસાદમાં સરિસૃપો રહણાંક વિસ્તારોમાં આવી જતાં હોય છે. એવામાં છોટાઉદેપુરના ડોપાચાપરા ગામે નિશાળ ફળિયામાં બે અજગર જોવા મળ્યાં હતાં. 6 ફૂટ અને 7 ફૂટના અજગરે દેખા દેતા લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો. 

7 ફૂટના અજગરનું રેસ્ક્યું

છોટાઉદેપુરના ડોપાચાપરા ગામે નિશાળ ફળિયામાં રહેતા ગુલાબભાઈ મેતિયા ભાઈ રાઠવાના ઘરમાં બાજુના કોઢમાં અજગર ઘરમાં ભરાયો છે. તેવા જાણ કેવડી ફોરેસ્ટર કમલભાઇને જાણ કરતા બીટગાર્ડ રાજેન્દ્રભાઈ બારિયા અને રસિકભાઇ વસવો નદી ઉતરીને તેમના ઘરે પહોંચી 7 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. 

મોટા અજગરેથી ભય

સિલોજમાં મહેન્દ્રભાઇ રાઠવાના ઘરેથી 6 ફૂટ લાંબા અજગરનું રોજમદર બકાભાઇ રાઠવા અને શંકરભાઇ રાઠવાએ રેસ્કયુ કર્યું હતું. વન વિભાગ છોટાઉદેપુર દ્વારા અને અન્ય વિસ્તારમાં નાના-મોટા સરીસૃપનો રેસ્ક્યુની કામગીરી સતત કરતું રહે છે. જેથી અધિકારીઓએ કહ્યું કે, અમાર સંપર્ક 24 ×7 કરી શકાય છે.