
ડાંગ જિલ્લાની એસ.એસ. માહલા કોલેજના સંચાલક સામે કેટલીક વિદ્યાર્થીનિઓએ સમાજ કલ્યાણ વિભાગને ફરિયાદ કરી હતી. આ ફરિયાદ મુજબ પગભર થવા માટે કોલેજ દ્વારા સિલાઈ મશીન આવે છે. જેના માટે 300 રૂપિયા સાથે માટે ડોકયુમેન્ટ આપવામાં આવ્યા હતા. કોલજે સંચાલકોએ આ ફી અને ડોક્યુમેન્ટ લીધા બાદ વિદ્યાર્થીઓનું રેગ્યુલર કોર્ષમાં એડમીશન બતાવી તેમને મળવા પાત્ર સ્કોલરશીપ ઉપાડી લીધી હતી.
ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ
જોકે આ લાભાર્થીઓએ ક્યારેય પણ કોલેજમાં એડમિશન લીધું ન હતું. સમાજ કલ્યાણ વિભાગના અધિકારીએ તપાસ કરતા કોલેજ સંચાલકોએ એડમિશન ફી 300 લઈ લાભાર્થીઓની જાણ બહાર તેમનાં ડોકયુમેન્ટનો ખોટો ઊપયોગ કરી એક વર્ષનાં કોર્ષમાં બોગસ એડમીશન બતાવી વિધાર્થીઓનાં સ્કોલરશીપનાં નાણાં પડાવી લેવાનું કૌભાંડ કર્યું હોવાનું બહાર આવ્યું છે.
રિક્વરી કરાશે
કૌભાંડને લઈને એસ એસ મહાલા કોલેજને વર્ષ 2024/25 થી આદિજાતિ વિકાસ હસ્તકની યોજનાઓમાં શિષ્યવૃત્તિ અને ફ્રીશીપ કાર્ડ મેળવવા માટે બ્લેકલિસ્ટ જાહેર કરવામાં આવી છે. જે સ્કોલરશીપ આપવામાં આવી છે. તેની રિકવરી પણ કરવામાં આવશે તેમ પણ વધુમાં જાણવા મળ્યું છે.