ગત રોજ વડોદરાના પાદરામાં ગંભીરા પુલ તૂટ્યો હતો. આ દુર્ઘટનામાં 13 લોકોના મોત નિપજ્યા હતા. તો બીજી તરફ આ દુર્ઘટના બાદ હવે ડાંગ જિલ્લાના વઘઇ-સાપુતારા રાજ્ય ધોરીમાર્ગ પર સાકરપાતાળ નજીક અંબિકા નદી પરનો પુલ ચિંતાનો વિષય બન્યો છે. 1959-60માં બનેલો આ પુલ સાડા છ દાયકા જૂનો થયો છે અને તેની જર્જરિત હાલત મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે.
જર્જરિત હાલત મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે
GSTVના રિયાલિટી ચેકમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે.વઘઇથી સાપુતારા, નાસિક અને શિરડીને જોડતો આ મહત્વનો પુલ સ્ટેટ હાઇવે નં. 9 પર આવેલો છે, જેની લંબાઈ 108 મીટર અને સ્પાન 9 બાય 9.80 મીટર છે. પરંતુ પુલના 60 ફૂટના પિલ્લરો વચ્ચેના સ્પાનમાં તિરાડો, સરક્ષણ દીવાલના સિમેન્ટના પોપડા અને કાટ ખાધેલા સળિયા બહાર આવ્યા છે. પાણીના લીકેજથી સળિયા ફૂલી ગયા છે, જેનાથી પુલની મજબૂતાઈ નબળી પડી છે. આ સ્થિતિ વાહનો માટે ખતરનાક બની શકે છે.
સિમેન્ટના પોપડા સહીત કાટ ખાઈ ગયેલ સળીયા બહાર આવ્યા
પુલ ની ઉપર લગાડવામાં આવેલ સરક્ષણ દીવાલ ઠેરથેર સિમેન્ટના પોપડા સહીત કાટ ખાઈ ગયેલ સળીયા બહાર આવી ગયેલ હોય કોઈ વાહન સામાન્ય અથડાય તો પણ પુલ નીચે નદીમાં ખાબકવા ની પ્રબલ શક્યતા દેખાય રહી છે .સાથોસાથ પુલના સ્પાનમાં પાણી લીકેજ થતા સળીયા ફૂલી જતાં તિરાડો પડવા સાથે મજબૂતાઈ પણ અત્યંત નબળી બની ગયેલ હોય વાહનો માટે આ પુલ યમદૂત રૂપ સાબિત થઈ શકે છે