
ડાંગના માલેગામ ખાતે ગ્રામ જનોમાં એકલવ્ય સ્કૂલને લઈને આક્રોશ જોવા મળ્યો છે. તળેટીમાં આવેલા આ ગામમાં સ્કૂલ દ્વારા ગામની જગ્યા પર પ્રોટેક્શન વોલનું બાંધકામ શરૂ કરતાં ગ્રામ જનોએ આ અંગે વિરોધ દર્શાવ્યો હતો.
શાળાએ કમ્પાઉન્ડ વોલનું કામ શરૂ કરતાં થયો હોબાળો
સાપુતરના તળેટીમાં આવેલા માલેગામ ખાત એક લાવી સ્કૂલ આવેલી છે. સ્કૂલ દ્વારા શાળાની આસપાસનું પ્રોટેક્શન વોલ બનાવવાની શરૂઆયાત કરતાં ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો છે. શાળા જે કમ્પાઉન્ડમાં વોલ બનાવે છે ત્યાં ગામમાં શુભ-અશુભ અને ધાર્મિક પ્રસંગોનું આયજન થતું રહે છે. તે જ જગ્યા ઉપર શાળા દ્વારા દીવાલનું ચણતર શરૂ કરવામાં આવતા ગ્રામજનો દ્વારા એકજુથ થઈ વિરોધ નોંધવામાં આવ્યો છે.
લોકોની ધાર્મિક લાગણી ના દુભાય તેવી ગ્રામજનોની માંગ
ગામતળની જમીન હોવાથી લોકોની ધાર્મિક લાગણી ના દુભાય તેવી ગ્રામ જાણો દ્વારા માંગ કરવામાં આવી છે. બાપદાદાના સમયથી વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવાતા હોય છે. તે જગ્યાએ બાંધકામ ન કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ મૂકવામાં આવી છે. બાંધકામ રોકવા માટે ગામલોકો આંદોલનના મૂડમાં જોવા મળ્યા છે,