
ગુજરાત રાજ્યનું ચેરાપુંજી ગણાતું ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન જ્યાં 125 ઇંચ કરતા વધારે વરસાદ પડતો હોય છે તેમ છતાં અહીંયા લોકોએ પાણી માટે વલખાં મારવા પાડે છે ખુદ તાલુકા પંચાયત પ્રમુખના ગામમાં પાણી નથી. ત્યારે આસપાસના ગામોની હાલત પણ દયનિય બની છે.
પાણી માટે જવું પડે છે જંગલ
ડાંગ જિલ્લાના વઘઇ તાલિકામાં સરકાર પ્રત્યે ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે. તાલુકાના લવાર્યા, ભેંડમાળ, આમશરવણ, વાઘમાળ ગામ છેલ્લા ઘણા વર્ષોથી લોકો પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે, ગામમાં નળસે જળ યોજના મુજબ પાઇપ નાખવામાં આવી છે, પરંતુ આ યોજના અધૂરી છે કોઈના ઘર સુધી પાણી પહોંચતું નથી. ગામા વાસમો યોજના અંતર્ગત બનાવેલ ટાંકીમાં પણ પાણી નથી જેથી ગામની બહાર જંગલમાં આવેલ કૂવામાં પાણી લેવા જવું પડે છે. ગામની મહિલાઓએ ઘરનાં કામ છોડીને જંગલમાં વસતા હિંસક પ્રાણીઓના ભય વચ્ચે કૂવામાં પાણી લેવા માટે જવું પડે છે.
નેતાજીને સમસ્યા લાગી કાયમી
કુવાનું પાણી પણ એટલું દૂષિત છે કે બાળકો અવારનવાર બીમાર પડી જાય છે. પૈસાદાર માણસો પૈસા ખર્ચીને પાણીનું ટેન્કર મંગાવે છે જ્યારે ગરીબ લોકો છેલ્લા ઘણા વર્ષોથી આજ પ્રમાણે જીવી રહ્યા છે. આ એવા ગામો છે જયાંથી લોકોએ ચંદ્રભાઈ ગાવીત ને ચૂંટી ને મોકલ્યા પછી તેઓ પણ ગામની સમસ્યા ભૂલી ગયા હોય એવું લાગે છે. લવાર્યા ગામ નેતાનું ગામ તરીકે ઓળખાય છે આજ ગામની મહિલાઓએ આજે પાણી માટે વલખાં મારવા પડે છે જેને લઈને ચંદર ગાવીત પ્રત્યે લોકોમાં આક્રોશ છે. નેતાજીનું કહેવું છે કે પાણી સમસ્યા માટે કામ ચાલુ છે પાણીની સમસ્યા ટૂંક સમયમાં હલ થઈ જશે.