Dwarka News: ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ યથાવતરુપે જોવા મળી રહી છે. જેને પગલે દ્વારકા જિલ્લામાં બ્લેક આઉટ જાહેર કરાયું છે. દ્વારકાધીશ મંદિર સાંજના 7 વાગ્યા બાદ ભક્તો માટે બંધ કરવામાં આવ્યું હતું. દ્વારકાધીશ મંદિરની લાઈટો પણ બંધ કરવામાં આવી હતી. દ્વારકાધીશની આરતી નિત્યક્રમ મુજબ પૂજારી દ્વારા કરવામાં આવશે.
દ્વારકા જિલ્લામાં લોકોને સ્વયભૂ લાઈટો બંધ રાખવા સૂચના અપાઈ છે. દરિયાઈ સીમા સાથે જોડાયેલા દ્વારકા જિલ્લામાં કિનારાના ગામડાઓમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. સુરક્ષાને લઈને જિલ્લા કલેકટર દ્વારા બ્લેક આઉટનો નિર્ણય લેવામાં આવ્યો છે. દ્વારકા મીઠાપુર ઓખા બેટ દ્વારકા ખંભાળિયા સહિતના શહેરોમાં બ્લેક આઉટની અસર જોવા મળી હતી.