
દ્વારકા જિલ્લામાં સોશિયલ મીડિયાના કારણે એક યુવતીનો જીવ ગયો છે. મળતા અહેવાલ અનુસાર યુવતીના લગ્ન બાદ તેનો પુર્વ પ્રેમી તેને મળવા માટે દબાણ કરતો હતો, પરંતુ યુવતી વાંરવાર મળવાની ના પાડતી હતી. આ કારણે પ્રુર્વ પ્રેમી ઉશ્કેરાઈ ગયો હતો.
પ્રેમીએ યુવતીના બિભસ્ત ફોટો કર્યા વાયરલ
પ્રેમીએ આવેશમાં આવીને યુવતીના બિભસ્ત ફોટોને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. યુવતીના નજીકના લોકોને પણ આ ફોટો મોકલ્યા હતા. ફોટો સોશીયલ મીડિયામાં વાયરલ થયા પછી સમાજમાં બદનામીના ડરથી યુવતીએ આખરે ગળે ટૂંપો લગાવી આપઘાત કર્યો હતો.
પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની તપાસ આદરી
પોલીસે યુવતીના મૃતદેહનો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. તો બીજી તરફ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની તપાસ આદરી છે.