Home / Gujarat / Gandhinagar : ASI caught taking bribe of Rs 2 lakh in Gandhinagar

ગાંધીનગરમાં ACB ત્રાટકી, સેક્ટર-7ના ASI બે લાખની લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગરમાં ACB ત્રાટકી, સેક્ટર-7ના ASI બે લાખની લાંચ લેતા ઝડપાયા

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સરકારી અધિકારી-કર્મચારીઓમાં લાંચ લેવાના કિસ્સામાં વધારો થયો છે. લાંચની ઘટનામાં વધારો થતા ACB પણ સક્રિય થઇ છે. જાગૃત નાગરિકોની ફરિયાદના આધારે ACBએ વિવિધ જગ્યાએથી લાંચિયા અધિકારી-કર્મચારીઓ સામે કાર્યવાહી કરી છે. ACBની કાર્યવાહી બાદ પણ લાંચ લેવાની ઘટનાઓ ઓછી થઇ નથી.ગાંધીનગરમાં ફરી એક વખત જામનગર ACBની કાર્યવાહીમાં સેક્ટર-7 પોલીસ સ્ટેશનના ASIને 2 લાખની લાંચ લેતા ઝડપાયા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગાંધીનગરમાં ASI બે લાખની લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગર સેક્ટર-7 પોલીસ સ્ટેશનમા અશોકભાઇ બેચરભાઇ ચૌધરી અર્નાર્મ્ડ ASI તરીકે ફરજ બજાવે છે. આ કામના ફરિયાદી વિરૂદ્ધ નાણાકીય લેતી દેતી અંગે ગેરરીતીની અરજી કરી હતી. ASIએ ફરિયાદીને અરજી તપાસમાં હેરાનગતી નહીં કરવા અને ગુન્હો દાખલ નહીં કરવાના અવેજ પેટે 2 લાખની લાંચની માંગણી કરી હતી. જે ગેરકાયદેસર લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ જામનગર ACBનો સંપર્ક કર્યો હતો. 

ફરીયાદીની ફરિયાદના આધારે ગોઠવાયેલા લાંચના છટકા દરમિયાન અડાલજમાં આવેલા અતીથી ધાબા પાસે ગાંધીનગર સેક્ટર-7ના ASI ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમની માંગણી કરી હતી અને સ્વીકારી પોતાના રાજ્યસેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી ઝડપાઇ જઇ ગુન્હો કર્યો હતો.


Icon