Home / Gujarat / Gandhinagar : BJP-Congress active in Gujarat after ceasefire for unity

યુદ્ધવિરામ પછી ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ સંગઠન માટે સક્રિય, એકાદ અઠવાડિયામાં ભાજપ પ્રદેશ પ્રમુખનું કોંકડુ ઉકેલાશે

યુદ્ધવિરામ પછી ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ સંગઠન માટે સક્રિય, એકાદ અઠવાડિયામાં ભાજપ પ્રદેશ પ્રમુખનું કોંકડુ ઉકેલાશે

યુદ્ધવિરામને પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદે સ્થિતી શાંત પડી છે. હવે ગુજરાતમાં ફરી એકવાર રાજકારણ ધમધમ્યુ છે. કમલમ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીએ કાર્યકરોની અવરજવર વધી છે. એકાદ અઠવાડિયામાં જ ભાજપમાં પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થાય તેવી શક્યતા જોવાઇ રહી છે. તો બીજી તરફ, ગુજરાતમાં શહેર-જીલ્લા પ્રમુખો નિમવા દિલ્હીમાં પ્રભારીઓ સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે.આમ, ભાજપ-કોંગ્રેસ સંગઠન માટે સક્રિય બન્યાં છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એકાદ અઠવાડિયામાં ભાજપ પ્રદેશ પ્રમુખનું કોંકડુ ઉકેલાશે

ગુજરાત ભાજપને ટૂંક સમયમાં જ નવા પ્રદેશ પ્રમુખ મળે તે માટે રાજકીય કવાયત શરૂ થઇ હોવાની ચર્ચા શરૂ છે.ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થતાં જ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂંક પ્રક્રિયા પર રોક લગાવી દેવામાં આવી હતી. હવે જ્યારે પરિસ્થિતી થાળે પડી છે ત્યારે ગુજરાતમાં ફરી રાજકારણ ગરમાયુ છે કેમ કે, ગુજરાત ભાજપનું સુકાન કોને સોપવું તે મુદ્દે હાઇકમાન્ડે ફરી ચર્ચા શરૂ કરી છે. હવે ગમે તે ઘડીએ નિરીક્ષક ભૂપેન્દ્ર યાદવ ગુજરાત આવે તેવી શક્યતા જોવાઇ રહી છે.

આ તરફ, કોંગ્રેસ હાઇકમાન્ડે પણ દિલ્હીમાં AICCના પ્રભારીઓ સાથે બેઠકો શરૂ કરી છે. બધાય શહેર-જીલ્લાના પ્રવાસ પછી અભિપ્રાય લેવામાં આવી રહ્યાં છે. કોને શહેર-જીલ્લા પ્રમુખ બનાવવા તે માટે મત લેવામાં આવી રહ્યો છે. આ જોતાં આગામી ટૂંક જ સમયમાં કોંગ્રેસ શહેર-જીલ્લા પ્રમુખોના નામોની ઘોષણા કરે તેવા અણસાર મળ્યાં છે.

 

Related News

Icon