
ગુજરાતભરમાં ઠેર ઠેર અનેક વિભાગના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. એવામાં ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા વ્યાયામ શિક્ષકો પર આખરે સરકાર દ્વારા કાયદાનો કોરડો વિંઝવામાં આવ્યો છે. છેલ્લા ૧૬ દિવસથી ચાલતા આંદોલનને કચડી નાખવા માટેના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા બાદ આ મામલે પોલીસે આંદોલનની આગેવાની લેનાર દસ આગેવાનોના નામજોગ સહિત આંદોલનમાં ભાગ લઇ રહેલા વ્યાયામ શિક્ષકો સામે જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કર્યો છે.
આ મામલે સરકાર વતી પોલીસ ફરિયાદી બની હતી અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 173 હેઠળ ગુનો નોંધ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે, 1 એપ્રિલના રોજ ગાંધીનગરમાં સચિવાલય ગેટ નં.-1ની સામે જાહેર રસ્તા પર વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવા બાબતે આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં ફરિયાદ કરાયેલ 10 વ્યાયામ શિક્ષકો દ્વારા નિયમોનો ભંગ કરી ટોળું એકઠું કર્યું હતું અને મંડળી રચી સરઘસ કાઢ્યું હતું. પોલીસે આંદોલનની આગેવાની લેનાર 10 જેટલા આગેવાનો તથા વ્યાયામ શિક્ષકોના 150 જેટલા ટોળા સામે જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કર્યો છે.
Name | Location |
---|---|
ભરત ભાનુભાઇ નાવડિયા | બોટાદ |
યોગેશ બાઘુભાઇ વાળા | કોડીનાર |
જયમલ રમણભાઇ નાયક | ધર્મજ |
પલક કુબેરભાઇ ઠાકોર | વિસનગર |
સોનલ રમણીકભાઇ સોરઠિયા | નિકોલ |
દિનેશ કાનાભાઇ ખંભાળિયા | પાલિતાણા |
અંકિત પ્રધાન ઠાકોર | વડનગર |
વિશાલ ધનજીભાઇ મકવાણા | સાયલા |
સ્નેહલ વસંતભાઇ દેસાઇ | ભાવનગર |
રાજેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાઠોડ | અમદાવાદ |