
હરિયાણાની યૂ ટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ભારતની જાસૂસી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. હવે ગુજરાત પોલીસે પણ સોશિયલ મીડિયા એક્ટિવીસ્ટો ઉપર સર્વેલન્સ શરૂ કર્યું છે. ગુજરાત પોલીસે 50થી વધુ Youtubersની પૂછપરછ કરી છે.
ગુજરાત પોલીસની સોશિયલ મીડિયા પર સ્ટ્રાઇક
ગુજરાત પોલીસે Operation Sindoor દરમિયાન દેશ, ધર્મ વિરોધી પ્રચાર કરનારા 110 આઇડી બ્લોક કર્યા છે. કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઇક પછી રાજ્યની પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર સ્ટ્રાઇક કરવામાં આવી છે. ફેક ન્યૂઝ આપનારા 50થી વધુ યૂ ટ્યુબરની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે અને અનેક લોકોને સર્વેલન્સમાં રાખવામાં આવ્યા છે.
https://twitter.com/GujaratPolice/status/1920495274813776306
પોલીસ હવે બેન્ક ખાતા ભાડે આપનારાઓનું પણ ટ્રેકિંગ કરી રહી છે. શંકાસ્પદ બેન્ક ટ્રાન્ઝેક્શનનું પણ ટ્રેકિંગ કરવામાં આવશે. ગુજરાત પોલીસ દ્વારા હવે સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી છે અને શંકાસ્પદ ગતિવિધિ જણાતા જ તેમની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.