
ભારતે પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન અને તેનો કબ્જો ધરાવતા PoKમાં આતંકી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરી છે. 9 સ્થળો પર ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં ડરનો માહોલ છે. ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનના કબ્જા ધરાવતા બહાવલપુરનો એક વીડિયો શેર કર્યો છે જેમાં એક યુવક ભારતની કાર્યવાહી બાદ કેવો ડરનો માહોલ છે તે જણાવી રહ્યો છે.
પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ 22 એપ્રિલે પહેલગામ હુમલામાં 26 પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ એરસ્ટ્રાઇક કરીને પહેલગામ આતંકી હુમલાનો બદલો લઇ લીધો છે.
વીડિયોમાં શું છે?
50 સેકન્ડના વીડિયોમાં લાલ કપડા પહેરેલો યુવક જણાવી રહ્યો છે કે ભારતે આતંકવાદી મૌલાના મસૂદ અઝહરના મદ્રસા પર ચાર મિસાઇલ છોડી છે. યુવક કહે છે કે અમે પોતાની સેના સાથે ઉભા છીએ પરંતુ મોટો સવાલ આ છે કે ઇન્ટેલીજન્સ ક્યાં ઊંઘી ગઇ હતી. યુવક કહે છે કે આ મિસાઇલ ક્યાથી આવી છે. આ કહેવું મુશ્કેલ છે પરંતુ તેમના મદ્રસા પર ચાર મિસાઇલ છોડી છે. આ પુરી રીતે કન્ફર્મ છે. યુવક અંતમાં ખુદને ઇમરાન ખાનનો સમર્થક ગણાવે છે. જોકે, ભારત તરફથી કરવામાં આવેલી એરસ્ટ્રાઇકનો ડર તેના ચહેરા પર સ્પષ્ટ જોઇ શકાય છે. મૌલાના મસૂદ અઝહરે બહાવલપુરમાં મરકજ સુભાન અલ્લાહ બનાવ્યું હતું જેમાં આતંકીઓને ટ્રેનિંગ આપવામાં આવતી હતી.
https://twitter.com/sanghaviharsh/status/1919943405318103440
ફરી ઘરમાં ઘુસીને માર્યા- હર્ષ સંઘવી
હવે ભારતે બે અઠવાડિયામાં પહેલગામ આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપતા આતંકીઓના ઠેકાણા પર એરસ્ટ્રાઇક કરી હતી. ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લખ્યુ કે ફરીથી ઘરમાં ઘુસીને માર્યા. ભારત માતા કી જય. એક અન્ય પોસ્ટમાં હર્ષ સંઘવીએ લખ્યુ કે જય હિન્દ! જય હિન્દની સેના!