
ગાંધીનગર જિલ્લામાં આવેલા દહેગામમાં ગોપાલભાઈ સોની નામના વૃદ્ધે કામધેનું મિલની જગ્યા મુદ્દે સ્યૂસાઈડ નોટ તેમજ વીડિયો બનાવી આપઘાત કરી લેતા ચકચાર મચી છે.
બનાવની વિગત એવી છે કે, દહેગામમાં આવેલી કામધેનું મિલની જગ્યા મુદ્દે અન્ય લોકો જગ્યા ખાલી કરી દેવા ધમકી આપતા વૃદ્ધ ગોપાલભાઈ સોનીએ વીડિયો અને નોટ બનાવી આપઘાત કરી લીધો હતો. જેથી દહેગામ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મૃતક ગોપાલભાઈના પુત્રએ દહેગામ પોલીસ મથકે નોધાવી આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જોકે દહેગામ પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી નહીં કરી હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે.
દહેગામ માજ રહેતા પિતા-પુત્રો વિરુદ્ધ નોધવામાં આવી છે ફરિયાદ. ગત 4 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવેલ ફરિયાદમાં પોલીસ દ્વારા કાર્યવાહી નહીં થતાં અનેક શંકાઓ ઉપજી છે. વૃદ્ધ ગોપાલભાઈનો પરિવાર ન્યાયની આશા ઝંખી રહો છે.