
Results: આવતીકાલે એટલે કે, સોમવારે ધોરણ 12નું પરિણામ જાહેર થશે. આવતીકાલે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થવાનું છે. જેથી આવતીકાલે સવારે 8:00 વાગે વેબસાઈટ પર પરિણામ જોઈ શકાશે. ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. આવતીકાલે ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. સવારે 10.30 વાગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવશે.
www.gseb.org વેબસાઈટ પર સવારે 10.30 વાગ્યા બાદ વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે.
મળતી માહિતી અનુસાર, રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કરી છે. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-2025 અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનું પરિણામ તા.5/5/2025 ના રોજ સવારે 10:30 કલાકે જાહેર કરવામાં આવશે. આવતીકાલે સોમવારે ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરિણામની સાથે ગુજ-કેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે. આ વર્ષે ધો.12 સાયન્સ તેમજ વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતાં પણ જલ્દી પરિણામ જાહેર કરવામાં આવશે. જલ્દી પરિણામ આવી જતા વિદ્યાર્થીઓને પ્રવેશ સંબંધી સમસ્યાઓ જલ્દી સમાપ્ત થઈ જશે.
https://twitter.com/kuberdindor/status/1919003720014049423
આ રીતે પરિણામ ડાઉનલોડ કરો...
ગુજરાત બોર્ડનું રિઝલ્ટ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓએ પહેલા તો બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ gseb.org પર જવું જોઈએ. વેબસાઈટ પર જતા જ રિઝલ્ટ વિકલ્પ દેખાશે. રિઝલ્ટ વિકલ્પ પર જાઓ અને ગુજરાત બોર્ડ (Gujarat Board) એચએસસી પરિણામ 2025 માટે પરિણામ ચેક કરોની લિંક પર ક્લિક કરો. આ પછી રોલ નંબર અને જન્મ તારીખની મદદથી લોગ-ઈન કરો. લોગ-ઈન કર્યા બાદ તમારું રિઝલ્ટ સ્ક્રીન પર ખુલશે. પરિણામ તપાસ્યા પછી, પ્રિન્ટ કાઢી લો. આ ઉપરાંત WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.