Home / Gujarat / Gandhinagar : Will tribal communities in Gujarat be included in UCC? Home Affairs gave the answer

ગુજરાતમાં આદિવાસી સમાજનો UCCમાં સમાવેશ થશે? ગૃહરાજ્યમંત્રીએ આપ્યો જવાબ

ગુજરાતમાં આદિવાસી સમાજનો UCCમાં સમાવેશ થશે? ગૃહરાજ્યમંત્રીએ આપ્યો જવાબ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ને લઇને પાંચ સભ્યોની કમિટીની જાહેરાત કરી છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રંજના દેસાઇ આ સમિતિની અધ્યક્ષતા કરશે. આ કમિટી 45 દિવસમાં સરકારને રિપોર્ટ સોપશે અને તે બાદ UCCને લઇને બિલ લાવવામાં આવશે અને કાયદો બનશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શું આદિવાસી સમાજનો UCCમાં સમાવેશ થશે?

ઉત્તરાખંડ પછી ગુજરાતમાં પણ UCC લાગુ થશે.શું આદિવાસી સમાજનો પણ UCCમાં સમાવેશ કરવામાં આવશે? જેના જવાબમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, આદિવાસી સમાજને કોઇ નુકસાન ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. ઉત્તરાખંડનું ઉદાહરણ રજૂ કરતા ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે, 'ઉત્તરાખંડમાં UCC લાગુ થયું તે દેશ માટે શ્રેષ્ઠ ઉદાહરણ છે અને આદિવાસી સમાજના રીતિ-રિવાજ તેમના કાયદાનું સંરક્ષણ કરવા માટે આદિવાસી સમાજને ખાસ સંરક્ષણ આપવામાં આવ્યું છે અને આદિવાસી સમાજનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.'

વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું કે, 'ખાસ કરીને આદિવાસી સમાજને કોઈ નુકસાન ન થાય તેનું પણ ખાસ ધ્યાન રખાશે. આ કાયદો કોઈ એક સમાજ માટે નથી લાવવામાં આવી રહ્યો, તમામ નાગરિકો માટે સમાન કાયદા રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.'

...તો આદિવાસીઓની ઓળખ સમાપ્ત થશે

યુનિફોર્મ સિવિલ કોડ (UCC)માં આદિવાસીઓનો સમાવેશ કરવામાં આવે તો તેમની ઓળખ સમાપ્ત થઇ શકે છે. આટલું જ નહીં જમીન સાથે જોડાયેલા CNT,SPT અને પેસા કાયદા પર પણ તેનો પ્રભાવ પડશે. UCC લાગુ થતા તલાક, વિભાજન, ખોળે લેવા, વારસા અને ઉત્તરાધિકાર એક સમાન થઇ જશે પરંતુ આદિવાસી જેમના રીત-રિવાજ અને પરંપરાઓ અલગ છે અને વર્ષોથી ચાલતી આવે છે તેમનો જો આ કાયદામાં સમાવેશ કરવામાં આવે તો તેમના અસ્તિત્ત્વ પર સંકટ આવી જશે.

આદિવાસીઓનો તર્ક છે કે UCC લાગુ થવાથી મહિલાઓને સંપત્તિનો સમાન અધિકાર મળી જશે. એવામાં જો કોઇ ગેર આદિવાસી એક આદિવાસી મહિલા સાથે લગ્ન કરે છે તો તેની આગામી પેઢીની મહિલાને જમીનનો અધિકાર મળશે. જેનાથી આદિવાસીઓની જમીન સાથે જોડાયેલા હિત પ્રભાવિત થશે. તે બાદ આદિવાસીની જમીન જેના ખરીદ વેચાણ પર અત્યારે રોક છે તેને હડપવાની હોડ લાગી જશે.

આદિવાસીઓના કાયદા કેવા છે?

સમાન નાગરિક સંહિતાને સમજવા માટે આદિવાસી સમુદાયોના રિવાજોને સમજવું પડશે. આદિવાસીઓ તેમના રિવાજોમાં કોઈ ફેરફાર ઇચ્છતા નથી. અહીં ત્રણ પ્રકારના લગ્ન થાય છે. લગ્ન પહેલા, છોકરાનો પરિવાર છોકરીના પરિવારને ત્રણ વખત મળે છે જેથી લગ્નનો સોદો નક્કી કરી શકાય. આ લગ્નોમાં દહેજની કોઈ જોગવાઈ નથી. વરરાજાના પરિવાર લગ્નનો બધો ખર્ચ ઉઠાવે છે. આ લગ્ન આખા ગામની દેખરેખ હેઠળ થાય છે. આદિવાસી સમુદાયોમાં પૈથુ પરંપરા છે. આ પરંપરા હેઠળ, જો કોઈ છોકરીને કોઈ છોકરો ગમે છે, તો તે લગ્ન કર્યા વિના તેના ઘરે રહેવાનું શરૂ કરે છે. બાદમાં લગ્નને તમામ આદિવાસી રિવાજો અને વિધિઓ સાથે ઔપચારિક રીતે માન્યતા આપવામાં આવે છે. આદિવાસીઓમાં વિધવા પુનર્લગ્ન સામાન્ય છે. સામાન્ય રીતે દીકરીઓને તેમના પિતાની મિલકત પર અધિકાર હોતો નથી કારણ કે તેઓ લગ્ન પછી બીજા ઘરમાં રહે છે. પરંતુ જો કોઈ પિતાને ફક્ત પુત્રીઓ હોય તો વારસો પુત્રીઓમાં સમાન રીતે વહેંચવામાં આવે છે.

 

Related News

Icon