
ગીર સોમનાથના તલાલા-સાસણ રોડ પર ગાબડાના પેચ વર્કમાં પણ ભ્રષ્ટાચાર થયાનો આરોપ લાગ્યો છે. વરસાદ બાદ રસ્તા ધોવાતા લોકોની હાલાકી દૂર કરવા સરકારે રોડ સમારકામ માટે કરોડો રૂપિયા મંજૂર તો કર્યા, પરંતુ તલાલા-સાસણ રોડ પર પાણી ભરેલા ખાડાઓમાં જ ડામર પાથરવાની કામગીરી થતી જોવા મળી હતી. પાણી પર ડામર ટકી શકે તેની જાણ હોવા છતાં પણ પાણીથી ભરેલા ખાડામાં ડામરનું પેચ વર્ક કરીને ગાબડા પૂરવાની કામગીરી કરી હોય તેવું દેખાય છે. રોડના કામ પર જવાબદાર પીડબલ્યુડી તંત્રનો સ્ટાફ પણ ગેરહાજર જોવા મળ્યો હતો. જુઓ આ વીડિયો :