
રાજ્યના ગીર પૂર્વ સાસંદ અને કલેક્ટર વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. મળતા અહેવાલ પ્રમાણે ગીર સોમનાથમાં પૂર્વ સાસંદ અને જિલ્લા કલેક્ટર વચ્ચેનો જંગ યથાવત જોવા મળી રહ્યો છે. પૂર્વ સાસંદે જાહેરસભામા કલેક્ટર વિરુદ્ધ ભ્રષ્ટાચારના આ રોપ લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે જાહેરમાં આરોપ લગાવવા બાદ મામલો ગરમાયો છે.
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ કોઈપણ પ્રકારની પ્રતિકિયા આપવાનું ટાળ્યું
પૂર્વ સાંસદના આક્ષેપ સામે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ કોઈપણ પ્રકારની પ્રતિકિયા આપવાનું ટાળ્યું હતું. સમગ્ર મામલે રાજકોટ જિલ્લા કલેક્ટરને કલેક્ટર વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી છે.
પૂર્વ સાસંદ દિનુભાઇ સોલંકી અને જિલ્લા કલેક્ટર વચ્ચેનો વિવાદ વકર્યો
ગીર સોમનાથ જીલ્લામા ટોક ઓફ ધ ટાઉન બનેલ કિસ્સો હાલમા પૂર્વ સાસંદ દિનુભાઇ સોલંકી અને જિલ્લા કલેક્ટર વચ્ચેનો છે. કોડીનાર નગરપાલીકાની 28માંથી 28 બેઠકો ભાજપે જીત્યા બાદ કોડીનારમાં યોજાયેલ જાહેરસભામાં, દિનુભાઇ સોલંકીએ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પર નામજોગ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા.
જેમાં તેમણે જિલ્લા કલેક્ટર અને શકિતસિહ ગોહેલ વચ્ચે સાંઠગાંઠ છે તેવો આક્ષેપ જાહેરમાં કર્યો હતો, ત્યારે આજરોજ ગીરસોમનાથ જીલ્લા કોગ્રેસ પ્રમુખ કરશન બારડે પત્રકાર પરિષદ યોજી ખુલાસો કર્યો હતો. તેમજ તેમણે જાહેરસભામાં કોંગેસ નેતા શક્તિસિંહ પરના આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા હતા. અને કહ્યું હતું કે દીનું સોલંકી અને કલેકટરને વ્યક્તિગત વાંધો જિલ્લામાં લઇ આવ્યા છે.