ગીરસોમનાથ જીલ્લામાં વધુ એક વખત દીપડાએ માનવ પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના સોલાજ ગામે 10 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. મહારાષ્ટ્રના મજૂર વર્ગના લોકો ગુજરાતમાં મજુરી કામે આવ્યા હતા એવામાં તેમના દીકરા પર હુમલાની ઘટના બની છે. ઘાયલ બાળકને કોડીનારની રાનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથ જીલ્લામાં ત્રણ અલગ અલગ જગ્યા પર દીપડાના હુમલાની ઘટના સામે આવી છે.

