
જામનગર જિલ્લામાં ડૂબવાની બે અલગ અલગ દુર્ઘટનામાં કુલ ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતા અહેવાલ પ્રમામએ જોડિયા તાલુકાના જીરાગઢ ગામ નજીક આજી નદી કાંઠે કેટલાક માલધારીઓ પોતાના માલઢોર ચરાવવા ગયા હતા.
ચાર લોકો અકસ્માતે નદીના પાણીમાં ડૂબ્યા
ત્યારે ચાર લોકો અકસ્માતે નદીના પાણીમાં ડૂબ્યા હતા. જેમાં બેનો બચાવ થયો છે. જ્યારે બે વ્યક્તિ ડૂબી જતાં ગઇકાલે એક મૃતદેહને બહાર કાઢ્યો છે. જ્યારે બીજા યુવાનનો મૃતદેહ આજે સવારે શોધખોળ દરમિયાન મળી આવ્યો હતો.
બાળક ન્હાવા પડ્યું હતું
તો બીજી તરફ જામનગરમાં નહેરના કાંઠા વિસ્તારમાં રહેતા નેપાળી પરિવારનો આઠ વર્ષનો બાળક પોતાના ઘરેથી એકાએક લાપતા બન્યો હતો. અને પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતા. દરમિયાન ગત રાત્રિનાં એકાદ વાગ્યે બાળકનો મૃતદેહ રણમલ તળાવમાંથી મળી આવ્યો છે. બાળક ન્હાવા માટે પડતાં ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું હતું.