Home / Gujarat / Jamnagar : 5 pedestrians were run over by a vehicle driver near Soyal Tolanaka

જામનગર: સોયલ ટોલનાકા પાસે 5 પદયાત્રીઓને વાહન ચાલકે કચડ્યા, બેના મોત, ત્રણની હાલત ગંભીર

જામનગર: સોયલ ટોલનાકા પાસે 5 પદયાત્રીઓને વાહન ચાલકે કચડ્યા, બેના મોત, ત્રણની હાલત ગંભીર

જામનગરના ધ્રોલના સણોસરા ગામે એક પરિવારના 5 કૌટુંબિક ભાઈઓ  પોતાના કુળદેવીએ દર્શનાર્થે જઈ રહ્યા હતા, તે દરમિયાન સોયલ ટોલનાકા નજીક કોઈ અજ્ઞાાત વાહન ચાલકે પાંચેયને હડફેટમાં લીધા હતા.આ અકસ્માતમાં બે પિતરાઈ ભાઈઓના મૃત્યુ નીપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા છે, તે પૈકી એકની હાલત  અત્યંત ગંભીર છે. આ બનાવને લઈને મૃતકના પરીજનોમાં ભારે કરૂણંતીકા છવાઈ છે.

 પાંચ પદયાત્રીઓને હડફેટે લઈ લીધા

ઘટનાની  વિગત એવી છે કે જામનગર રાજકોટ ધોરી માર્ગ પર સોયલ ટોલનાકા નજીક રાત્રિના ચારેક વાગ્યાના અરસામાં કોઈ અજ્ઞાત વાહન ચાલકે જામનગરથી સણોસરા તરફ  જઈ રહેલા પાંચ પદયાત્રીઓને હડફેટે લઈ લીધા હતા.

પોલીસે અકસ્માતે ગુનો નોંધ્યો

 જામનગરના હાપા વિસ્તારમાં રહેતા કુણાલ દીપકભાઈ પીપરીયા (ઉ. 16) અને સુરેશ વિનોદભાઈ પીપરીયા (ઉ. 17) નામના   બે પીતરાઇ ભાઈઓના ઘટના સ્થળે કમ કમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા. પોલીસે અકસ્માતે ગુનો નોંધ્યો અને ફરાર વાહન ચાલકને દબોચવા માટે ચક્રોગતિમાન કર્યા હતા.