
જામનગર પંથકમાં માતાએ પોતાના જ ચાર બાળકોને લઈ કૂવો પૂરતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. ધ્રોલ તાલુકાના સુમરા ગામે બપોરે સગી જનેતાએ પોતાના વ્હાલસોયાં બાળકોને લઈ કોઈ અગમ્ય કારણોસર કૂવામાં પડતું મૂકીને સામૂહિક આપઘાત કરી લીધો છે. જે અંગેની જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે તમામ મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડયા હતા.
બનાવની વિગત એવી છે કે, ધ્રોલના સુમરા ગામમાં આજે બપોરની એક ઘટનાએ આખા પંથકને શોકમાં ગરકાવ કરી મૂક્યો હતો. વાત જાણે એમ બની કે, સગી જનેતાએ પોતાના ચાર નાનકડાં બાળકોને લઈ કૂવો પૂર્યો હતો. જે અંગે તમામ મૃત્યુ પામ્યા હતા. બનાવની જાણ થતા સ્થાનિકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તમામના મૃતદેહો બહાર કાઢી પોસ્ટમોર્ટમ અને કાયદેસરની કાર્યવાહી માટે સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા. ક્યાં કારણોસર આ દુઃખદ ઘટના બની પોલીસ વિશેષ તપાસ કરી રહી છે.