Home / India : Nitish Kumar's party suffers first setback over Waqf Amendment Bill, veteran leader resigns from JDU

વક્ફ સંશોધન વિધેયકને લઈને નીતિશ કુમારની પાર્ટીને પહેલો આંચકો, દિગ્ગજ નેતાનું JDUમાંથી રાજીનામું

વક્ફ સંશોધન વિધેયકને લઈને નીતિશ કુમારની પાર્ટીને પહેલો આંચકો, દિગ્ગજ નેતાનું JDUમાંથી રાજીનામું

Waqf Amendment Bill: વક્ફ સંશોધન વિધેયકનું જેડીયુ દ્વારા સમર્થ કરાયું છે. પાર્ટીના આ સમર્થનથી મુસ્લિમ નેતા નારાજ છે. જેડીયુ એમએલસી ગુલામ ગૌસ અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ ગુલામ રસૂલ બલિયાવીએ નારાજગી પણ વ્યક્ત કરી છે. આ વચ્ચે સમાચાર છે કે, જેડીયુના નેતા અને વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર રહેલા મોહમ્મદ કાસિમે મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જેડીયુમાંથી રાજીનામું આપી દીધું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મોહમ્મદ કાસિમે જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતાનું રાજીનામું મોકલી દીધું છે. રાજીનામાનું કારણ વક્ફ સંશોધન વિધેયકના સમર્થનને ગણાવ્યું છે. જો કે, આ શરૂઆત છે પરંતુ જે રીતે જેડીયુમાં મુસ્લિમ નેતા નારાજ છે તેવામાં આવનારા સમયમાં કેટલાક મોટા ચહેરા પાર્ટી છોડી શકે છે. ગુમાલ રસૂલ બલિયાવી પણ જેડીયુ છોડી શકે છે. જેડીયુના મુસ્લિમ નેતા પર મુસ્લિમ સંગઠનોનું પ્રેશર વધવા લાગ્યું છે. મુસ્લિમ સંગઠનો અને સમાજ દ્વારા પ્રેશર બનાવવામાં આવી રહ્યું છે.

 મોહમ્મદ કાસિમે પત્રમાં શું લખ્યું?

મોહમ્મદ કાસિમ જિલ્લા (પૂર્વ ચંપારણ) ના પ્રવક્તા પણ હતા. તેમણે જેડીયુના પ્રદેશ પ્રમુખ ઉમેશ કુશવાહા અને જિલ્લા પ્રમુખ મંજુ દેવીને પણ પત્ર દ્વારા પોતાના રાજીનામાની જાણ કરી છે. નીતિશ કુમારને લખેલા પત્રમાં કાસિમે કહ્યું છે કે, 'અમારા જેવા લાખો ભારતીય મુસ્લિમોને અટલ શ્રદ્ધા હતી કે તમે એક સંપૂર્ણ ધર્મનિરપેક્ષ વિચારધારાના ધ્વજવાહક છો, પરંતુ હવે આ માન્યતા તૂટી ગઈ છે.'

કાસિમે વધુમાં લખ્યું છે કે, 'લલ્લન સિંહે જે રીતે પોતાનું નિવેદન આપ્યું અને આ બિલને સમર્થન આપ્યું તેનાથી મને ખૂબ જ દુઃખ થયું છે. વક્ફ બિલ આપણા ભારતીય મુસ્લિમોની વિરુદ્ધ છે. આપણે તેને કોઈપણ સંજોગોમાં સ્વીકારી શકીએ નહીં. આ બિલ બંધારણના ઘણા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. આ બિલ દ્વારા ભારતીય મુસ્લિમોને અપમાનિત અને બદનામ કરવામાં આવી રહ્યા છે. તે જ સમયે, આ બિલ પાસમંદા વિરોધી પણ છે, જેનો ખ્યાલ તમને કે તમારા પક્ષને નથી. મને મારા જીવનના ઘણા વર્ષો પાર્ટીને આપવા બદલ અફસોસ છે. તેથી, હું પાર્ટીના પ્રાથમિક સભ્યપદ અને અન્ય જવાબદારીઓમાંથી સ્વેચ્છાએ રાજીનામું આપી રહ્યો છું.'

 

 

 

 

Related News

Icon