ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં ફરી એકવાર મોટી દુર્ઘટના બની છે. રવિવારે કેદારનાથ રૂટ પર એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટરમાં પાઇલોટ સહિત કુલ 6 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આર્યન કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ દુર્ઘટના ગૌરીકુંડ અને ત્રિજુગીનારાયણ નારાયણ વચ્ચે બની હતી. હેલિકોપ્ટર ક્રેશ થવાનું કારણ ખરાબ હવામાન હોવાનું કહેવાય છે. આ દુર્ઘટના અંગે માહિતી આપતાં ઉત્તરાખંડના એડીજી લો એન્ડ ઓર્ડર ડૉ. વી મુરુગેશને જણાવ્યું હતું કે દેહરાદૂનથી કેદારનાથ જઈ રહેલું હેલિકોપ્ટર ગૌરીકુંડમાં ગુમ થઈ ગયું હતું.

