
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખંડણી અને હનિ ટ્રેપના બનાવ સામે આવ્યા છે. આવો જ બનાવ બન્યો જેમાં મોરબીના યુવાનને કથિત જાહન્વી નામની યુવતીએ જૂનાગઢ બોલાવ્યો હતો. યુવકને લોભ-લાલચ આપી યુવકને આ યુવતી ભેસાણ તરફ લઈ ગઈ હતી અને અગાઉના આયોજન પ્રમાણે યુવકનું અપહરણ કરી દુષ્કર્મ કેસમાં ફીટ કરવાની ધમકી આપી 50 લાખની માંગણી કરી હતી.
મળતી માહિતી અનુસાર, જૂનાગઢમાં કથિત જાહન્વી નામની યુવતીએ મોરબીના યુવકને મળવા બોલાવ્યો હતો. ત્યારે મોરબીનો યુવક લાલચમાં આવી જૂનાગઢ ગયો હતો અને યુવતીએ આ યુવકને પ્રલોભન આપી ભેસાણ લઈ ગઈ હતી. જયાં અગાઉના પ્લાન અનુસાર ચાર અજાણ્યા શખ્સો મોરબીના યુવકનું અપહરણ કરી બળાત્કાર કેસમાં ફીટ કરવાની ધમકી આપી હતી અને આટલું જ નહિ રૂપિયા 50 લાખની માંગણી કરી હતી. જેથી યુવક અને તેની સાથે રહેલાએ ભેસાણ પોલીસ સ્ટેશળનમાં કથિત જાન્હવી નામની યુવતી અને ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ યુવકની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.