
Junagadh News: ગુજરાતભરમાંથી નદી તથા તળાવમાં ડૂબવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. એવામાં જૂનાગઢમાં થઈ પણ કંઈક આ પ્રકારની જ ઘટના સામે આવી છે. જેમાં એક તરુણ નહાવા માટે તળાવમાં જતાં ડૂબી જવાથી તેનું મોત નિપજ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, જૂનાગઢમાં સાબલપુર વિસ્તારમાંથી આ ઘટના સામે આવી છે. જ્યાં નહાવા માટે પડેલ તરુણનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેમના દ્વારા બાળકના મૃતદેહને બહાર કઢાયો હતો.
બહાર કાઢી તુરંત જ તરુણને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબએ તરુણને મૃત જાહેર કર્યો હતો. આખરે તરુણના પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.