Home / Gujarat / Junagadh : BJP-Congress leaders of Ahir community reach a compromise

જુનાગઢ મનપાની ચૂંટણીમાં વોર્ડ-12માં આહીર સમાજના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ કરી લીધું સમાધાન

જુનાગઢ મનપાની ચૂંટણીમાં વોર્ડ-12માં આહીર સમાજના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ કરી લીધું સમાધાન

Junagadh Municipal Corporation Elections 2025 : જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના 9 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા ધડાકો થયો છે. કોંગ્રેસના 9 ફોર્મ પાછા ખેંચાતા ભાજપ 8 બેઠકો પર બિનહરીફ જીતી ગયું છે. વોર્ડ-3ના કોંગ્રેસના 4, વોર્ડ-14ના કોંગ્રેસના 4 અને વોર્ડ-12માં કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ પાછા ખેંચ્યા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વોર્ડ-3ના આ 4 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા 

  • અમીનભાઈ પીરાણી
  • મનજબેન બ્લોચ
  • હસીન બેન પઠાણ
  • યોગેશ પરમાર

વોર્ડ-14ના આ 4 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા 

  • ગીરીશ જેઠવાણી
  • પ્રવિણાબેન પાણખાણિયા
  • આરતીબેન જોશી
  • હંસાબેન રાડા

વોર્ડ-12માં આહીર સમાજના ભાજપ-કોંગ્રેસના નેતાઓએ કરી લીધું સમાધાન

જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ-12ના કોંગ્રેસ ઉમેદવારે આશ્ચર્યજનક કારણ આપ્યું.વોર્ડ નંબર-12ના કોંગ્રેસ ઉમેદવાર દિલીપ ગલે  કહ્યું કે ભાજપ-કોંગ્રેસ બંને ઉમેદવાર એક જ સમાજ હોવાથી સામસામે લડવાથી વિવાદ ન થાય એટલા માટે મેં ફોર્મ પરત ખેંચવાનો નિર્ણય કર્યો. સમાજની મધ્યસ્થતાથી બેઠક મળી હતી, જેમાં ચિઠ્ઠી ઉછાળી ભાજપ-કોંગ્રેસના ઉમેદવારમાંથી કોણ ફોર્મ પરત ખેંચશે તે અંગે નિર્ણય લેવાયો હતો. આહીર સમાજના આ ‘સામાજિક ડ્રો’માં ભાજપના ઉમેદવાર જીતી ગયા અને કોંગ્રેસ ઉમેદવાર હારી જતા ફોર્મ પરત ખેંચ્યું હતું. 

ફોર્મ પરત ખેંચનાર કોંગ્રેસ ઉમેદવાર દિલીપ ગલે

 

Related News

Icon