Junagadh News: વિસાવદરની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામ્યો છે. તમામ રાજકીય પક્ષ પોતાના ઉમેદવારો સાથે મેદાનમાં ઉતરી આવ્યા છે. એવામાં બે દિવસ પહેલાં ભેંસાણ ખાતે કિરીટ પટેલની આંખમાંથી આસુંડા આવી ગયા હતા, અને તેમણે દાવો કર્યો હતો કે, ‘હું ખેડૂતનો એક પણ રૂપિયો ન લઉં, ઝેર પી મરી જાઉં’. આ મુદ્દે હવે રાજનીતિ ગરમાઈ રહી છે.
વિસાવદર પંથકના ધારી ગુંદાણીમાં ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાના પ્રવાસ દરમિયાન ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવી હતી. અને સહકારી મંડળીના કૌભાંડના કારણે નિર્દોષ ખેડૂતોએ જીવ ગુમાવ્યા હોવાનો દાવો થયો હતો. કિરીટ પટેલ ખોટી રીતે રડી રહ્યા છે પરંતુ ખેડૂતોએ તો હકીકતે જીવ ગુમાવ્યાના ગંભીર આક્ષેપ ઉઠતા રાજકારણ ગરમાયું છે.