Home / Gujarat / Junagadh : Gopal Italia came down heavily on BJP star campaigners

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક પર ભારે પડ્યા ગોપાલ ઇટાલિયા...!

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક પર ભારે પડ્યા ગોપાલ ઇટાલિયા...!

ગુજરાતમાં યોજાયેલ પેટા ચૂંટણીને લઈ કડીમાં ભાજપના ઉમેદવારની જીત થઈ ત્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ભારતીય જનતા પાર્ટી પર ભારે પડ્યા છે અને વિસાવદર વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારે જીત મેળવી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આમ તો ભાજપ માઇક્રો પ્લાનિંગ કરીને કોઈ પણ ચૂંટણી લડતી હોય છે.આ બે પેટા ચૂંટણીમાં ભાજપે વિજય મેળવવા સામ દામ દંડ સુધી મહેનત કરી હતી .ભારતીય જનતા પાર્ટી દ્વારા બંને પેટા ચૂંટણીમાં જીત થાય તે માટે 40 જેટલા સ્ટાર પ્રચારકોની ફોજ કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર ઉતારી હતી પણ વિસાવદરમાં એ પ્રચારકો ચાલ્યા નહીં અને આમ આદમી પાર્ટી એ વિજય મેળવ્યો હતો.

ભાજપના સ્ટાર પ્રચારકો વિસાવદરમાં પાર્ટીને ના જીતાડી શક્યા 

સ્ટાર પ્રચારકની જો વાત કરવામાં આવે તો આ યાદીમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બામણીયા ,પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તેમજ ભાજપના પ્રમુખ ગોરધન ઝડપીયા,ભરત બોઘરા નંદાજી ઠાકોર વર્ષાબેન દોશી તેમજપૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ આરસી ફળદુનો પણ સ્ટાર પ્રચારક ની યાદીમાં સમાવેશ વર્તમાન કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવળીયા, હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માનો પણ સ્ટાર પ્રચારક યાદીમાં સમાવેશ કરાયો હતો. 

જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને મહેસાણાના સાંસદ હરી પટેલનો પણ સ્ટાર પ્રચારકમાં સમાવેશ કરાયો હતો. અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ ગૌતમ ગેડિયા અને બક્ષીપંચ મોરચાના મયંક નાયકને પણ સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા હતા.

આટઆટલા ભારતીય જનતા પાર્ટીના દિગજ નેતાઓ વિસાવદર બેઠક પર જીત મેળવવા ધમ પછાડા કરી રહ્યા હતા પરંતુ ગોપાલ ઇટાલિયા ભારતીય જનતા પાર્ટીના 40 સ્ટાર પ્રચારક પર ભારે પડ્યા અને વિસાવદર પર જીત મેળવી છે.

Related News

Icon