Home / Gujarat / Junagadh : Gopal Italia's first reaction after winning in Visavadar,

વિસાવદરમાં દમદાર જીત મેળવ્યા બાદ જાણો ગોપાલ ઈટાલિયાએ શું કહ્યું, ગુજરાતના રાજકારણમાં આવ્યો ગરમાવો

વિસાવદરમાં દમદાર જીત મેળવ્યા બાદ જાણો ગોપાલ ઈટાલિયાએ શું કહ્યું, ગુજરાતના રાજકારણમાં આવ્યો ગરમાવો

 ગુજરાતની બે વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની 17,581 મતથી ભવ્ય જીત થઈ છે, જ્યારે કડી બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ 38,904 મતની જંગી સરસાઈથી જીત હાંસલ કરી છે. આ દરમિયાન મત ગણતરી કેન્દ્ર બહાર આપના કાર્યકર્તાઓએ ગોપાલ ઇટાલિયાને ખભા પર બેસાડીને ઉજવણી કરી હતી. અહીં કાર્યકરોએ 'જય ગોપાલ'ના નારા લગાવ્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગુજરાતની જનતાના આશીર્વાદનો વિજય 

વિસાવદરની પેટા ચૂંટણીમાં ભાજપને કારમી હારનો સ્વાદ ચખાડ્યા બાદ આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'આ જીતથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા છે. આ લડાઇ એકતરફી સત્તા, પૈસા, દારૂ, ગુંડા અને અહંકાર સામે હતી, તો બીજી તરફ આમ તરફ આમ જનતાની આશા અને વિશ્વાસ હતો. એક તરફ સત્તાનું અભિમાન હતું અને બીજી તરફ હું ગામડે ગામડે ગયો, જ્યાં દીકરીઓના કુમળા હાથે લીધેલા દુઃખણાનો વિજય થયો છે. મારી માતાઓએ આપેલા આશીર્વાદનો વિજય થયો છે. મારા ખેડૂ માવતરોએ આપેલા આશીર્વાદનો વિજય થયો છે.’

ગોપાલ ઈટાલિયાની યુવાનોને હાકલ 

ગોપાલ ઇટાલિયાએ યુવાનોને હાકલ કરતાં કહ્યું હતું કે 'યુવાનોને લાગણીભરી વિનંતી છે. મારા વ્હાલા યુવાનો જાગો... ક્યાં સુધી ગુજરાતમાં ભાજપના ભય, ભૂખ, ભ્રષ્ટ્રાચાર અને તાનાશાહીના શાસનની ગુલામી ભોગવીશું. દોસ્તો આજે એક-એક માણસને જાણે કે ગુલામ બનાવી રાખ્યો હોય એટલી હદે ભાજપે તાનાશાહી કરી છે. ગામડે ગામડે ભાજપના માણસો ગુંડાઓ જેવું વર્તન કરે છે. હું ગુજરાતભરના યુવાનો પાસે હાથ લંબાવું છું. હે! યુવાનો આગળ આવો, તમારો આત્મા જગાડો, તમારી અંદર ભગવાને જે તાકાત મૂકી છે તેને ઓળખો. આવો સાથે મળીને ગુજરાતમાં પરિવર્તન લાવવાની અને ગુજરાતને ભાજપના આ ચૂંડાલમાંથી છોડાવવાની લડત લડીએ. મારી સૌને હાથ જોડીને અપીલ છે કે આજથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાઇ ચૂક્યા છે. તેની અંદર ભગવાને પણ વરસાદરૂપી આશીર્વાદ આપ્યા  છે.'    

કેટલાક અધિકારીઓએ કિરિટ પટેલની ગુલામી કરવામાં કસર છોડી નથી 

ગોપાલ ઇટાલિયાએ ચૂંટણી અધિકારીઓનો આભાર માનવાની સાથે સાથે કેટલાક અધિકારીઓને આડે હાથ લેતાં કહ્યું હતું કે 'ચૂંટણીની પ્રક્રિયામાં જોડાયેલા તમામ અધિકારીઓનો બે હાથ જોડીને આભાર માનું છું. આ ચૂંટણીમાં કેટલાક અમુક મોટા અધિકારીઓએ કિરિટ પટેલની ગુલામી કરવામાં પાછું વળીને જોયું નથી. બેહદ ગુમાલી કરી છે, તે સમયે હું નાના અધિકારીઓનો આભાર માનીશ. પ્રિસાઇડીંગ બુથની અંદર બેઠેલાથી માંડીને પટાવાળા સુધીના સમગ્ર નાના કર્મચારીઓએ ન્યાયનું કામ કર્યું, નિતીનું કામ કર્યું, ભારતના સંવિધાનનું રક્ષણ કરવાનું કામ કર્યું તે બદલ સરકારી કર્મચારીઓ બે હાથ જોડીને આભાર વ્યક્ત કરુ છું. આ ચૂંટણી છે તે એક માઇલસ્ટોન ચૂંટણી છે. આ ચૂંટણી અંદર ભાજપે પોતાની તમામ તાકાત લગાવી દીધી પરંતુ આજે ગુજરાત સમક્ષ નવું ઉદાહરણ આવ્યું છે. સત્તાની તાકાત મોટી તાકાત નથી, પૈસાની તાકાત મોટી તાકાત નથી, દારૂની તાકાત સૌથી મોટી તાકાત નથી, ગુંડાઓની તાકાત સૌથી મોટી તાકાત નથી, સરકારી તંત્રને તાકાત સૌથી મોટી તાકાત નથી. પરંતુ આમ જનતાએ મનમાં ગાંઠ વાળીને મુઠ્ઠી ભેગી કરીને લીધેલા સંકલ્પની તાકાત આ દેશની સૌથી મોટી તાકાત છે. 

ગરીબો, રત્ન કલાકારોને પણ યાદ કર્યા 

આ અંગે વધુ વાત કરતા ઈટાલિયાએ કહ્યું કે, ‘મેં કારખાને કારખાને જઇને આશીર્વાદ લીધા હતા. હીરાઘસુ લોઢાની સાથે હીરા ઘસતાં ઘસતાં પોતાની જાત ઘસે છે, ગુજરાતને ઉપર લાવવા માટે રત્નકલાકારોના આત્મામાંથી નીકળેલા અવાજનો વિજય થયો છે. આ પંથકના અનેક ગરીબોએ મને પ્રેમ આપ્યો, આશીર્વાદ આપ્યા, આશ્વાસન આપ્યું, મત આપ્યા તે બધાનો વિજય થયો છે. હું આ જીત ગુજરાત અને વિસાવદરની જનતામાં અર્પિત કરીને વિનમ્ર ભાવે ચૂંટણીના સર્ટિફિકેટને સ્વીકારું છું.' 

આ પેટા ચૂંટણીમાં આપને કુલ 75906 મત મળ્યા હતા, જ્યારે ભાજપને 58325 અને કોંગ્રેસને 5491 મત મળ્યા છે. વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયા પર વિશ્વાસ મૂક્યો છે. તો બીજી તરફ કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો 38,904 મતોની લીડ સાથે ભવ્ય વિજય થયો છે. ભાજપને 98,836 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસને 59,932 અને આપને 3,077 વોટ મળ્યા છે. કડી ભાજપની જીત જશ્ન મનાવવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ વિસાવદરમાં આપના ઉમેદવારોમાં ખુશી લહેર વ્યાપી જવા પામી છે

Related News

Icon