
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ચર ગામે યુવકે ગળાફાંસો ખાઈ લીધો છે. બે દિવસ પહેલા જ લગ્ન થયેલા યુવકે આપઘાત ( committed suicide ) કરતાં ગામમાં શોકમગ્ન વાતાવરણ બની ગયું છે. junagadh ના યુવકે વનવિભાગની નર્સરીના ઝાડ સાથે લટકીને ગળાફાંસો ખાઈ લીધો હતો. ગ્રામમજનોએ યુવકને વન વિભાગની નર્સરીના ઝાડ સાથે લટકતો જોતા જ પોલીસને જાણ કરી હતી.
જૂનાગઢના કેશોદ તાલુકાના તલોદ્રા ગામના યુવક સુનિલ કરસનભાઈ ડાકીએ ઝાડ સાથે ગળાફાંસો ખાઈ લીધો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકને ખાનગી વાહન મારફત સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. આ 26 વર્ષીય યુવકના હજુ તો બે દિવસ પહેલા જ લગ્ન થયા હતા. જેણે આપઘાત કરી લેતા પરિવારના માતમ છવાયો છે. જણાવી દઈએ કે, યુવક ભેંસાણ ખાતે આવેલ જેટકોમાં નોકરી કરતો હોવાની વિગતો મળી છે.