
Junagadh news: જૂનાગઢમાં યુવાનને લગ્નની જાળમાં ફસાવી રૂપિયા 1.50 લાખ રોકડા લઈને ભાગી જનારી લુંટેરી દુ્લ્હન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. યુવકોને લગ્નની લાલચ આપી ખોટા લગ્ન કરીને યુવતી રૂપિયા પડાવીને ભાગી જતી હોય છે. એવી જ એક યુવતીએ તેના મળતિયા સાથે મળીને જૂનાગઢના યુવક સાથે ખોટા લગ્ન કરીને છેતર્યો છે.
ઘણી વખત લગ્નની લ્હાયમાં માતાપિતા છોકરીની પૂરતી તપાસ કરતા નથી. એવામાં આવી છેતરપિંડીની ઘટના બનતી હોય છે. જૂનાગઢના એક યુવકને મહારાષ્ટ્રની એક યુવતી છેતરીને ભાગી ગઈ છે. ખોટા લગ્ન કરી યુવતી અને લગ્ન કરાવનાર તેના મળતીયાએ યુવાન સાથે છેતરપિંડી કરી છે. રૂપિયા 1.51 લાખ રોકડા લઈને યુવતી તેમજ તેનો મળતીયો ફરાર થઈ ગયો છે. ભોગ બનનાર યુવાને કલ્યાણી નરેશ સોલંકે ( આંકોલા. મહારાષ્ટ્ર) તેમજ રાજકોટના અશોક બાબુ રાઠોડ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જૂનાગઢ એ.. ડીવીઝન પોલીસે આ ઘટનામાં તપાસ હાથ ધરી છે.