ગુજરાતના બહુ ચર્ચિત વિસાવદર અને કડીની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. મળતા અહેવાલ પ્રમાણે કડીમાં ભાજપે પ્રચંડ જીત દાખવી છે અને વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાે ભવ્ય જીત દાઘખવી છે. કડી અને વિસાવદરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે આજે મતગણતરી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે.સવારે 8.00 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી હતી, પછી EVMની ગણતરી કરવામાં આવી હતી.

