Home / Gujarat / Junagadh : Mamlatdar sealed it but walked through the back door

જૂનાગઢમાં ગેરકાયદે ગેમ ઝોન ઝડપાયું, મામલતદારે સીલ માર્યું હતું છતાં પાછલા દરવાજેથી ચાલતું હતું

જૂનાગઢમાં ગેરકાયદે ગેમ ઝોન ઝડપાયું, મામલતદારે સીલ માર્યું હતું છતાં પાછલા દરવાજેથી ચાલતું હતું

જૂનાગઢના ઝાંઝરડા રોડ પર એસ.ઓ.જી. ઓફીસ સામે પરફોર્મન્સ લાયસન્સ ન હોવાથી ગેમઝોન સીલ કરવામાં આવ્યું  હતું પરંતુ આ ગેમઝોન પાછળના દરવાજાથી ચાલુ હતું. આ અંગે જાણ થતાં એલસીબીના સ્ટાફે ત્યાં અંદર ગેમઝોનમાં દસેક વ્યક્તિ રમતા હતા. આથી ગેમઝોનના સંચાલક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મામલતદારે તા. 25-5-2024 ના સીલ કરી દીધું 

આ અંગેની વધુ વિગત મુજબ રાજકોટના ગેમઝોનમાં આગની દુર્ઘટના બાદ જૂનાગઢના ઝાંઝરડા રોડ પર એસ.ઓ.જી. ઓફીસ સામે આવેલા કુંજ સ્કવેરમાં પહેલા માળે સ્નુકઝોન ગેમઝોનને પરફોર્મન્સ લાયસન્સ ન હોવાના કારણે  મામલતદારે તા. 25-5-2024 ના સીલ કરી દીધું હતું. પરંતુ આ સ્થળે પાછળના દરવાજા ખોલી ત્યાં ગેમઝોન ચાલતું હોવાની એલસીબીને બાતમી મળી હતી.

ગેમ રમવા આવતા લોકો પાસેથી 25 મિનીટના 10 રૂ. લેતો હતો

ગેમ રમવા આવતા લોકો પાસેથી 25 મિનીટના 10 રૂ. લેતો હતો. આ અંગે એલસીબીના હેડકોન્સ્ટેબલ આઝાદસિંહ સિસોદિયાએ ફરિયાદ કરતા બી ડીવીઝન પોલીસે ગેમઝોનના સંચાલક જયદીપસિંહ વાઘેલા સામે સક્ષમ અધિકારીના હુકમનો અનાદર કરવા બદલ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં આગની દુર્ઘટના બન્યા બાદ આવા ગેમઝોનને સીલ કરવામાં આવ્યા હતા. ત્યાં પણ તપાસ કરવામાં આવે એવી માંગ ઉઠી છે.